વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

સીધા કરતા ૧૦ મિનીટ ઉંધા ચાલવાથી થશે આવા ચમત્કાર, પગની એડીથી લઇ માથા સુધીના આટલા રોગ થશે મફતમાં દુર

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, નિયમિતપણે એકસરસાઈઝ કરવાથી શરીર સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ હલ થઈ જાય છે. આ એક એકસરસાઈઝ છે ચાલવાની. આ એક એકસરસાઈઝ એવી છે જેને કરવા માટે કોઈ વિશેષ જગ્યા કે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી પડતી. ચાલવા માટે કોઈ જીમ વગેરે જવાની પણ જરૂર નથી હોતી. પગપાળા ચાલવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયનું સ્વાસ્થ્ય, કિડની જેવી બીમારીઓ સંતુલિત રહે છે. જો કે નિયમિત વોક કરવાથી અનેકો લાભ થાય છે એ આપણે બધા જ જાણીએ છીએ.

પરંતુ શું મે રિવર્સ વોકિંગ વિશે જાણો છો? પહેલા તમને જણાવી દવ કે, રિવર્સ વોકિંગ એટલે ઉલટી ચાલ અથવા ઉંધા ચાલવું. જેને આપણે પાછા પગલે ચાલવું પણ કહી શકીએ. ઉંધા ચાલવું બહેતરીન કાર્ડિયો વર્કઆઉટમાંથી એક છે. 10 થી 20 મિનીટ સુધી રિવર્સ વોક કરવાથી માનસિક સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું રહે છે. તો ચાલો જાણીએ રિવર્સ વોક કરવાના ફાયદા અને ચમત્કારિક લાભ.


1 ) શરીરનું સંતુલન : સુત્રો અનુસાર રિવર્સ વોક પણ નોર્મલ વોકની જેમ ઘણી સમસ્યાઓનું હલ છે. ઝડપથી ઉંધી ચાલ ચાલવાથી શરીરનું સંતુલન વધે છે, સાથે જ ન્યૂરોલોજીકલ સ્થિતિથી બચાવ થાય છે. સાથે સાથે આવી રીતે ચાલવાથી ક્રોનિક સ્ટ્રોકનો ખતરો ઓછો થાય છે.




2 ) પોશ્ચર સુધારવામાં મદદગાર : રિવર્સ વોક કરવાથી પોશ્ચરમાં પણ સુધારો આવે છે. આ ચાલથી તમારા પગની માંસપેશીઓ કરોડરજ્જુની માંસપેશીઓને સપોર્ટ કરે છે. અવળી ચાલ ચાલવાથી કમરના નીચેના ભાગોમાં થનારો દુખાવામાં રાહત મળે છે.




3 ) એડીનો દુઃખાવો : રિવર્સ વોક કરવાથી પગની માંસપેશીઓમાં સુધારો આવે છે અને તેના કારણે પગની મજબુતી વધે છે. નિયમિતપણે રિવર્સ વોક કરવાથી પગની એડીમાં થતો દુખાવો દુર થાય છે, એડીઓને રાહત મળે છે.


4 ) ગોઠણના દુખાવા : ગોઠણ વગેરેના શરીરના દુખાવાથી રાહત મેળવવા માટે રિવર્સ વોકથી ખુબ જ લાભ મળે છે. જો તમને પણ આ પ્રકારની કોઈ તકલીફ હોય તો તમે રિવર્સ વોક કરીને રાહત મેળવી શકો છો. આ સિવાય પગના સોજામાં પણ મદદરૂપ બને છે.




5 ) માનસિક સ્વાસ્થ્ય : નિયમિતપણે રિવર્સ વોક કરવાથી માનસિક સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. કેમ કે આવી રીતે ચાલવાથીદિમાગ પર ખુબ જ જોર પડે છે. આ સિવાય આ વોક કરવાથી એન્ગ્ઝાટી અને ડિપ્રેશન જેવી સમસ્યા ઓછી થઈ જાય છે.




જાણો કેટલો સમય ચાલવું જોઈએ : સવારે નાસ્તો કર્યા બાદ રિવર્સ વોકિંગ કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક હોય છે. જો કે મોટાભાગના લોકો આગળની તરફ જ ચાલે છે. પરંતુ પછાળની બાજુ ચાલવાથી પણ સ્વાસ્થ્ય લાભ થાય છે. જો તમે નિયમિત 10 થી 20 મિનીટ સુધી પાછળની બાજુ ચાલો છો તો સાંધા અને એડી સહિતના ઘણા દુખાવામાં રાહત મળી જાય છે. પરંતુ જો તમારે રિવર્સ વોકિંગ કરવું હોય તો એવી કોશિશ કરવી કે સ્પીડ થોડી વધુ હોય. કેમ કે પાછળ બાજુ ઝડપથી ચાલવામાં આવે તો દિમાગ પર વધુ ભાર પડે છે, અને તેના કારણે માનસિક સ્વાસ્થ્ય પણ સુધારો અને તાકાત આવે છે.

Post a Comment