વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

માત્ર આ 3 કાળા દાણાનું સેવન બચાવી લેશે મોંઘી મોંઘી દવાઓના ખર્ચા અને ક્યારેય પણ નહિ જાવું પડે દવાખાને... ગેસ, એસીડીટી, કેન્સર, પેટના કૃમિ સહિત અનેક બીમારીઓ કરી દેશે દુર...

કાળા મરી, વૈજ્ઞાનિક રીતે પાઇપર નિગ્રમ તરીકે ઓળખાય છે, તે વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાંનું એક છે. તેના ગરમ અને હળવા મસાલેદાર સ્વાદે તેને વિવિધ રાંધણકળામાં મુખ્ય બનાવ્યું છે. જો કે, કાળા મરી માત્ર એક આહલાદક સ્વાદ કરતાં ઘણું વધારે આપે છે.

સામાન્ય રીતે રસોઈમાં ખાવાનો સ્વાદ વધારવા માટે અને મસાલાના રૂપમાં ઉપયોગ લેવાતા કાળા મરી ખાવાના ઘણા ફાયદા છે. એવું કહેવામાં આવે છે કે, કાળા મરીનું વધુ પ્રમાણમાં સેવન નુકશાન પણ કરી શકે છે. એટલા માટે જરૂરી છે કે કાળા મરીનું સેવન યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ. 

દરરોજ બે થી ત્રણ કાળા મરી ખાવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. એટલું જ નહિ તમે કાળા મરી ખાઈને ઘણી બીમારીઓનો ઈલાજ ઘરે બેઠા જ કરી શકો છો. કેમ કે આયુર્વેદમાં કાળા મરીને ઔષધી માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કાળા મરીથી થતા ગજબના ફાયદા વિશે…


👉 જો તમારા શરીર પર ફોલ્લી અથવા ખીલ થવાની સમસ્યામાં હોય તો કાળા મરીને ઘસીને ફોલ્લી થવા ખીલ વાળી જગ્યા પર લગાવી લો. આ ઉપાયથી તમને ઓછા સમયમાં જ જલ્દી આરામ મળી જશે. આ સિવાય મોં પર થતા મહ અને તલથી પણ કાળા મરી રાહત આપે છે. જો કે કાળા મરી લગાવવા થોડી પરેશાની અનુભવાય પરંતુ પછી તમને તરત જ આરામ મળી જશે. 


👉 કાળા મરીનું સેવન કરવાથી ઠંડીના મૌસમમાં થતી ઉધરસ અને શરદીમાં તમને રાહત મળે છે. સાથે જ તમારા ગળાને પણ સાફ કરે છે. એટલું જ નહિ ઘણા લોકોને શરદીના કારણે વાળ ખરવાની સમસ્યા થઈ જાય છે, તેનાથી પણ છુટકારો મળી જાય છે. કાળા મરીનું સેવન ઘણા પ્રકારની બીમારીઓથી તમને રાહત આપે છે.


👉 કાળા મરીમાં પિપરાઈન રહેલું હોય છે અને તેમાં એન્ટી ડિપ્રેસેંટના ગુણ હોય છે. જેના કારણે કાળા મરી લોકોના ટેન્શન અને ડિપ્રેશનને દુર કરવામાં મદદ કરે છે. જુના સમયના લોકો કાળા મરીનું સેવન ખુબ જ પસંદ કરતા હતા. 


👉 કાળા મરીનું સેવન દાંત સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત આપે છે. કાળા મરીથી પેઢાના દુખાવામાં ખુબ જ જલ્દી આરામ મળે છે. જો તમે કાળા મરી, જાયફળ અને સિંધાલુણ નમકને મિક્સ કરીને ચૂર્ણ બનાવીને અમુક ટીપા સરસવના તેલમાં મિક્સ કરીને દાંત અને પેઢામાં લગાવીને અડધા કલાક બાદ મોંને સાફ કરી લો. તેનાથી દાંત સાફ અને પેઢામાં દુખાવો થવાની સમસ્યા દુર થઈ જશે.


👉 લીલા ફુદીનાના 30 પાંદ, 2 ચમચી વરિયાળી, મિશ્રી અને કાળા મરીને પીસીને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લો. આ મિશ્રણ પીવાથી હિંચકીની સમસ્યા દુર થઈ જાય છે. 5 કાળા મરીને સળગાવીને પીસીને વારંવાર સુંઘવાથી પણ હિંચકીની સમસ્યા દુર થાય છે. 


👉 આધુનિક જીવનશૈલીની વચ્ચે ગેસ અને એસીડીટીની સમસ્યા સામાન્ય બની ગઈ છે. જો તમને પણ આ સમસ્યા થઈ રહી છે તો લીંબુના રસમાં કાળું મીઠું અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને ચપટી ખાઈ લો. ગેસથી થતા દુખાવામાં યમને તરત જ આરામ મળશે.


👉 કાળા મરીના પાવડરને ભોજનમાં ઉપયોગમાં લેવામાં આવે તો પેટમાં થતા કીડાની સમસ્યાથી દુર થઈ જાય છે. આ સિવાય કાળા મરીની સાથે કિસમિસ ખાવાથી પણ પેટના કીડાની સમસ્યાથી છુટકારો મળે છે.


👉 મહિલાઓ માટે કાળા મરીનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. કાળા મરીમાં વિટામીન સી, વિટામીન એ, ફ્લેવોનોઈડસ, કારોટેન્સ અને અન્ય એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. જેમાં વિટામીન મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનો ખતરો ઓછો થઈ જાય છે.


👉 કાળી મરી પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, સારી પાચન અને પોષક તત્ત્વોના શોષણની સુવિધા આપે છે. આ અપચો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓને દૂર કરી શકે છે.


વારંવાર પૂછાતા પ્રશ્નો 

પ્રશ્ન 1: શું કાળા મરી વજન ઘટાડવા માટે ફાયદાકારક છે?

👉 હા, કાળા મરીમાં પાઇપરિન હોય છે, જેનો અભ્યાસ નવા ચરબી કોષોના નિર્માણને રોકવામાં મહત્વની  ભૂમિકા ભજવે છે.


પ્રશ્ન 2: કાળા મરી પાચનને કેવી રીતે મદદ કરે છે?

👉 કાળા મરી હાઇડ્રોક્લોરિક એસિડના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે, પાચન અને પોષક તત્ત્વોના શોષણમાં મદદ કરે છે અને પાચનની અગવડતાને દૂર કરે છે.


પ્રશ્ન 3: શું કાળા મરી મગજના કાર્યમાં વધારો કરી શકે છે?

👉 હા, કાળા મરી જ્ઞાનાત્મક કાર્ય અને યાદશક્તિને વધારીને મગજના સ્વાસ્થ્યને વધારે છે, તેના ન્યુરોપ્રોટેક્ટીવ ગુણધર્મોને કારણે.


પ્રશ્ન 4: કાળા મરીનો ઔષધીય ઉપયોગ કરતી વખતે શું કોઈ સાવચેતી છે?

👉 જ્યારે કાળી મરી રાંધણ ઉપયોગ માટે સામાન્ય રીતે સલામત હોય છે.


પ્રશ્ન 5: હું મારા રોજિંદા આહારમાં કાળા મરીને કેવી રીતે સામેલ કરી શકું?

👉 સૂપ, સ્ટયૂ, સલાડ અને મરીનેડ જેવી વિવિધ વાનગીઓમાં કાળા મરી સરળતાથી ઉમેરી શકાય છે, જેથી તેનો સ્વાદ વધારવા અને તેના સંભવિત સ્વાસ્થ્ય લાભોનો આનંદ લેવામાં મદદ મળે છે.

Post a Comment