વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

તમારી આ આદતો હાર્ટ એટેકનો વધારી શકે છે ખતરો આજે જ છોડી દો

તમારી આ આદતો હાર્ટ એટેકનો વધારી શકે છે ખતરો આજે જ છોડી દો |  હાર્ટ એટેક ના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાય

હાર્ટ આપણા શરીરનું પંપીંગ મશીન છે જે સંપૂર્ણ શરીરમાં લોહીને પંપ કરાવે છે આ લોહીથી શરીરના અંગ અંગમાં ઓક્સિજન અને પોષક તત્વો પહોંચે છે જો આ પંપીંગ મશીન ખરાબ થઈ જાય તો જીવન પર સંકટ આવી શકે છે માટે હાર્ટને મજબૂત રાખવું જરૂરી છે




હાર્ટ એટેકનું નામ સાંભળતા જ હૃદયના ધબકારા ઝડપથી વધી જાય છે આ સૌથી ખતરનાક રોગો પૈકી એક છે મોટાભાગના લોકો હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવે છે જો તમે આ ખતરના બીમારી થી બચવા માંગતા હોય તો કેટલીક આદતો થી દૂર રહો

સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે લોકોના મનમાં એ વાત ઘર કરી ગઈ છે કે હાર્ટ એટેક માત્ર મોટી ઉંમરના લોકોને આવે પરંતુ આ વાત સત્ય નથી. હાર્ટ એટેક આવવાનું કારણ બધી ઉંમર નથી. લોકોની જેવી શૈલી સિવાય અન્ય કારણો કે જે આપને અસર કરે છે

હાર્ટ એટેક શા માટે થાય છે

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે હૃદયમાં લોહીનો પ્રવાહ અવરોધાય ત્યારે હાર્ટ એટેક આવે છે આ પ્રકારનો અવરોધ સામાન્ય રીતે વાહિનીઓમાં ચરબી અને અન્ય પદાર્થોના સંચયને કારણે થાય છે આપણે જાણે દરરોજ કેટલીક એવી વસ્તુઓ કરીએ છીએ જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે બધા લોકો માટે આ વિશે જાણવું અને તેનાથી બધા રહેવું જરૂરી છે આપણી આદતોમાં સુધારો કરીને આપણે એટેકનો જોખમ અનેક ગણું ઘટાડી શકીએ છીએ

સ્મોકિંગ ( ધુમ્રપાન)

હાર્ટ એટેક માટે તમાકુ કે તમાકુ પ્રોડક્ટનું સેવન ન કરો તમાકુમાં હાજર નિકોટીન હાર્ટ બીટને ઝડપી કરી દેશે જેનાથી બ્લડપ્રેશર વધી જાય છે અને હાર્ટમા મસલ્સ કમજોર થઈ જાય છે. ધુમ્રપાનને કારણે ધમનીઓમાં સમય અંતરે તકતી બને છે જેના કારણે ધમનીઓ સાંકડી થાય છે અને હૃદયમાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે જે હાર્ટ એટેકનું જોખમ વધારે છે

વજન નિયંત્રણમાં રાખવું

આ ભાગદોડ ભરેલી જિંદગીમાં મોટાભાગના લોકો સ્થૂળતા અથવા વધારે વજનની સમસ્યાથી પરેશાન છે. આરોગ્ય નિષ્ણાંતો તેને હૃદય રોગના હુમલા માટેના જોખમી પરિબળોમાં એક માને છે સ્થૂળતા હાઈ બ્લડ કોલસ્આટ્રોલ હાઈ ટ્રાઈગ્લીસેરાઇડ,હાઈ  બ્લડપ્રેસર અને ડાયાબિટીસનું જોખમ વધારે હોય તે તમામને હાર્ટ એટેકનું જોખમ વધારે છે

શારીરિક નિષ્ક્રિયતા

આરોગ્ય નિષ્ણાંતો કહે છે કે જો તમને આરામદાયક જીવન પસંદ છે તો આ આદત હાર્ટ એટેકનો જોખમ વધારી શકે છે એમાં કોઈ શંકા નથી કે શારીરિક નિષ્ક્રિય હૃદયના રોગોનું જોખમ અને ઘણું વધારી દે છે કારણ કે જ્યારે શરીર નિષ્ક્રિય રહે છે ત્યારે ફેટી પદાર્થો ધમનીઓમાં જમા થવા લાગે છે જો તમારા હૃદયમાં લોહી વહન કરતી વખતે અથવા અવરોધી થઈ ગઈ હોય તો તે હાર્ટ અટક તરફ દોરી જાય છે યોગાસન અને નિયમિત વ્યાયામ કરવાથી હાર્ટ એટેક અને હૃદયની બીમારીનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે

નાની ઉંમરમાં હાર્ટ એટેક ના કારણ

અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ

નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવા પાછળ આ કારણ પણ જવાબદાર હોઈ શકે છે ધુમ્રપાન અને દારૂનું સેવન તેમજ ખરાબનુ આહાર હાર્ટ એટેકનું જોખમ વધારે છે

હાર્ટ એટેક ના લક્ષણો

શ્વાસ લેવામાં તકલીફ થવી,સતત થાક લાગવો, છાતીમાં  દુખાવો થવો, ચક્કર આવવા, અને ગભરામણ જેવી સ્થિતિને ક્યારેય અવગણવી નહીં જો આ પ્રકારના લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો. આ સિવાય આજના સમયમાં હાર્ટ એટેક થી બચવું હોય તો પોતાના આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવો જરૂરી છે જે લોકોને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય તેમણે વ્યસન છોડવું જોઈએ અને નિયમિત યોગ તેમજ કસરત કરવા જોઈએ

નોંધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ જરૂર લો

Post a Comment