વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

જો તમે પણ એલર્જીથી છો પરેશાન તો આજે અપનાવો કેટલાક દેશી નુસખા

જો તમે પણ એલર્જીથી છો પરેશાન તો આજે અપનાવો કેટલાક દેશી નુસખા | એલર્જીના કારણો અને તેનાથી બચવાના ઉપાયો

ઘણા લોકોને વસ્તુઓની એલર્જી હોય છે તો ઘણા લોકોને સીઝનલ એનર્જી હોય છે એટલે કે કોઈ ખાસ સિઝનની શરૂઆતમાં એલર્જી રહે છે સીજનલ એલરજીના કારણ તો અલગ અલગ હોય છે પરંતુ કોઈ પણ કારણસર થતી એલર્જીમાં કેટલાક ફૂડ તમને રાહત આપી શકે છે


એલર્જીના કારણો જાણો

જો તમને દર વખતે ઋતુ બદલાય ત્યારે એલર્જી થાય છે તો તમે પહેલાથી જાણતા હશો કે કયા પ્રકારની વસ્તુના સંપર્કમાં આવવાથી તમને કયા પ્રકારની એલર્જી થાય છે આ કારણોને ઓળખવાથી અને શક્ય હોય ત્યાં સુધી તેમનાથી દૂર રહેવાથી એલર્જી રિએક્શન ને સંપૂર્ણપણે ટાળવામાં મદદ મળી શકે છે

એલર્જી ના લક્ષણ

  • છીંક આવવી 
  • નાક અને આંખમાંથી પાણી નીકળવું
  •  નાક બંધ થઈ જવું 
  • આંખમાં ખંજવાળ આવી અને લાલ થઈ જવી 
  • શરીરમાં ખંજવાળ આવવી
  • મોઢાની આસપાસ સોજો આવી જવો

આ પ્રકારના લક્ષણો જણાય તો તમને એલર્જી હોઈ શકે છે એલર્જીમાં કેટલીક વસ્તુઓ તમને રાહત આપી શકે છે તો ચાલો તમને એવી ફૂડ આઈટમ વિશે જણાવીએ છીએ એલર્જીમાં રાહત આપે છે

આદુ

આદુ માં એન્ટી ઇન્ફ્લામેન્ટરી ગુણ હોય છે તે એનર્જી થી થતા લક્ષણોમાં રાહત આપવાનું કામ કરે છે આદુ ખાવાથી એલર્જી થી રાહત મળે છે એલર્જી દરમ્યાન તમે આદુનો રસ પી શકો છો આદુ ખાઈ શકો છો અથવા તો આદુની ચા બનાવીને પણ પી શકો છો.

લસણ

લસણમાં એન્ટી ઈમ્પ્લેમેટરી ગુણ હોય છે જે એલર્જી થી રાહત આપવામાં મદદ કરે છે સાથે જ લસણમાં એવા તત્વો હોય છે જે શરીરમાં એલર્જીના કારણે થતી સમસ્યાઓને વધવાથી અટકાવે છે.

મધ

મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે એલર્જી થી બચાવમાં પણ મદદ કરે છે ખાસ કરીને એલર્જીના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરે છે મધને પણ તમે અલગ અલગ રીતે તમારી ડાયટમાં સામેલ કરી શકો છો તેને ખાવાથી તુરંત ફાયદો દેખાશે

ખાટા ફળ

સંતરા લીંબુ જેવા ફળમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે વિટામિન સી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે તે એલર્જી થી પણ રાહત આપવામાં મદદ કરે છે

એલર્જી વખતે આટલી સાવચેતી જરૂર રાખો

તમારું નાક સાફ રાખો

સામાન્ય રીતે નાકમાં મ્યુકોસ મેમ્બ્રેન મારફતે એલર્જીન શરીરમાં પ્રવેશે છે તેથી તમારા નાકને સાફ કરવું ખૂબ જ જરૂરી છે સ્ટીમ  ઇન્હેલેશન નેટી પોટ અને નોઝલ સ્પ્રે તમને આમાં મદદ કરી શકે છે.

તમારા ઘરમાં સ્વચ્છતા જાળવો

તમારા ઘરને સ્વચ્છ અને ઇન્ફેક્શનથી મુક્ત રાખવાથી તમે અસંખ્ય ટ્રીગર્સને દૂર કરી શકો છો પરાગ ની પિક સિઝનમાં દરવાજાને બારીઓને બંધ કરવા જોઈએ અથવા એલર્જન ને દૂર રાખવા માટે એર પ્યુરીફાય રાખી શકો છો

તણાવને નિયંત્રિત કરો

તણાવ એન્ઝાઈટી અને ગભરાટ સિઝનલ એલર્જીને વધુ ખરાબ કરી શકે છે તળાવને દૂર કરતી વિવિધ પદ્ધતિઓ જેમ કે મેડીટેશન સેલ્ફ કેર વગેરે કરી શકો છો આમ કરવાથી તમારી એલર્જી ની સમસ્યાને તમે વધારે સારી રીતે દૂર કરી શકશો

સીઝનલ એલર્જી માંથી બહાર આવવું મુશ્કેલ હોઈ શકે છે તેને એલર્જીક  રાઈનિટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે સિઝનલ એલર્જી ક્યારે થાય છે, જ્યારે બહારના મોલ્ડ તેમના બીજ કણોને મુક્ત કરે છે અથવા જ્યારે ઝાડ, ઘાસ અને નીંદણ નાના પરાગ કણોને મુક્ત કરે છે. આ બીજ કણોને પરાગ એલર્જન તરીકે ઓળખાય છે અને તે શરીરમાં પ્રવેશે છે અને લોહીના પ્રવાહમાં હીસ્ટામાઇન તરીકે ઓળખાતા રસાયણ મુક્ત કરે છે જે એલર્જી રિએક્શન નું કારણ બને છે

નોંધ: આરોગ્ય સંબંધિત લેખ વાચકના જ્ઞાન અને જાગૃતિ વધારવા માટે તૈયાર કરવામાં આવ્યો છે ઉપરોક્ત લેખમાં દર્શાવેલ માહિતી વિશે વધુ વિગતો માટે તમારા ડોક્ટરની સલાહ જરૂર લો

Post a Comment