વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

જરૂરિયાતથી વધારે માત્રામાં પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક જાણો વિગતે માહિતી

જરૂરિયાતથી વધારે માત્રામાં પ્રોટીનનું સેવન સ્વાસ્થ્ય માટે છે હાનિકારક જાણો વિગતે માહિતી

આપણા ડાયટમાં પ્રોટીન અને મિનરલ હોવા જોઈએ નહીં તો આપણે અનેક બીમારીનો ભોગ બનીએ છીએ પણ તમને જણાવી દઈએ કે અનેક લોકો વધુ પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરતા હોય છે જે હેલ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે


પ્રોટીન શરીર માટે ખૂબ જરૂરી છે પ્રોટીન ફાયદાકારક પોષક તત્વો માંથી એક છે એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી આપણા ડાયટમાં પ્રોટીન અને હોવા જોઈએ નહીં તો શરીર અનેક બિમારીઓમાં સપડાઈ જાય છે અને આપણને પસ્તાવાનો વારો આવે છે પરંતુ ઘણા લોકો આ ચક્કરમાં જરૂરિયાત કરતા વધારે પ્રોટીન વિટામિન્સ અને મિનરલનું સેવન કરતા હોય છે જેના કારણે સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે પ્રોટીન આપણા શરીર માટે બહુ જરૂરી પોષક તત્વો છે આપણા શરીરમાં કોશિકાઓ નિર્માણ કરવા મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ શું તમે ક્યારેય આ વિશે જાણ્યું છે કે વધારે પ્રોટીનનું સેવન કરવાથી તમારા શરીરને શું નુકસાન થાય છે આ સાથે જ પ્રોટીન એક દિવસમાં કેટલું લેવું જોઈએ

આટલું પ્રોટીન એક દિવસમાં લો

સ્વાસ્થ્ય નિષ્ણાંતો મુજબ દરેક વ્યક્તિના શરીરમાં પ્રોટીનનું પ્રમાણ અલગ અલગ હોય છે પુરુષોને દિવસમાં 56 ગ્રામ પ્રોટીન અને સ્ત્રીઓને 46 ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે

વધુ પ્રમાણમાં પ્રોટીનના સેવનથી આ બીમારીઓ થઈ શકે

ડાઇજેશન ની સમસ્યા

એ પ્રોટીનનું સેવન કરતાં લોકોએ હાઇડ્રેશનની સમસ્યા થઈ શકે છે આવું એવા માટે થાય છે કારણ કે પ્રોટીનને પાચન થતાં સમય લાગે છે આ સાથે તે તમારા પાચનતંત્ર પર દબાણ કરે છે

થાક લાગે

જો તમે જમવામાં પ્રોટીનની માત્રા વધારશો તો ફેટ અને કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઓછું થઈ જશે પ્રોટીનને પાચન થવામાં સમય લાગશે જેના કારણે શરીરને તાત્કાલિક ઉર્જાને જરૂરિયાત પૂરી થશે નહીં જેના કારણે તમને થાક લાગશે

વજન વધી શકે

તમે વજન ઘટાડવા માટે પ્રોટીનનું સેવન કરતા હોય અને મસલ્સની એક્સરસાઇઝ નથી કરતા તો એવામાં એક્સ્ટ્રા પ્રોટીન શરીરમાં ફેટના રૂપમાં એક જગ્યાએ સંગ્રહ થઈ શકે છે જેના કારણે વજન ઓછું થવાની જગ્યાએ વધવા લાગે છે

ઝાડા થઈ શકે

પ્રમાણમાં પ્રોટીનનું સેવન કરવાથી તમારું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે જેથી તમને ઝાડાની સમસ્યા પણ થઈ શકે છે આ કારણે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે

નોંધ આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે

Post a Comment