ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી 2024: 3500+ ખાલી જગ્યાઓ માટે અરજી કરો, છેલ્લી તારીખ: 06.02.2024 | Air Force Agniveer Recruitment 2024
Air Force Agniveer Recruitment 2024: જો તમે પણ એરફોર્સમાં નોકરી મેળવવા ઈચ્છો છો તો એક જબરદસ્ત તક આવી રહી છે. એરફોર્સમાં અગ્નિવીર માટે બમ્પર ભરતી કરવામાં આવી છે. જેના માટે ટૂંક સમયમાં અરજીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં યુવાનોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અહીં આપેલી તમામ માહિતી કાળજીપૂર્વક તપાસે અને એપ્લિકેશન શરૂ થાય કે તરત જ તેમનું ફોર્મ સબમિટ કરે. નોંધનીય છે કે વર્ષની શરૂઆતમાં એરફોર્સે 3500થી વધુ અગ્નિવીરની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
કુલ ખાલી જગ્યાઓ :
3500+ જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ?
નોંધનીય છે કે એરફોર્સ અગ્નિવીર ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર પાસે 12મું પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત તરીકે ડિપ્લોમા અથવા 2 વર્ષનો વ્યાવસાયિક અભ્યાસક્રમ પણ માંગવામાં આવ્યો છે, જેની માહિતી તમે નોટિફિકેશન પર જઈને તપાસી શકશો. આ સિવાય અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર સાડા 17 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.
ઉમર મર્યાદા :
ઓછામાં ઓછી ઉંમર: 17.5 વર્ષ
મહત્તમ ઉંમર: 21 વર્ષ
ઉંમર: 02/01/2004 થી 02/07/2007
અગ્નિવીર વાયુ ઇન્ટેક મેડિકલ સ્ટાન્ડર્ડ :
ઓછામાં ઓછી ઊંચાઈ: 152.5 CMS
છાતી ફુલાવીને : 5 CMS
પરીક્ષા ફી:
જનરલ / OBC / EWS : 550/-
SC/ST :550/-
ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- એરફોર્સ અગ્નિવીર ભરતી 2024 સૌથી પહેલા ઓનલાઈન અરજી કરવા માટે તમે તેની ઓફિસિયલ વેબસાઈટ જવાનું રહેશે. https://agnipathvayu.cdac.in/AV
- હોમ પેજ પર આવ્યા પછી તમારે Agniveer બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ Air Force Agniveer Recruitment 2024 / Agniveer Vayu Intake 01 / 2025 ( Online Application Link Will Active On 17th January, 2024 ) બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે લૉગિન નું પેજ ખુલશે. જો તમે પહેલેથી જ લૉગિન કરી લીધું છે તો તમારી પાસે આઈડી પાસવર્ડ થી લૉગિન કરવાનું રહેશે. જો તમે પહેલી વાર જ આવો છો તો તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે.
- રજિસ્ટ્રેશન માટે Click Here To register બટન પર ક્લિક કરો
- પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા પછી, તમારે પોર્ટલ પર લોગિન કરવું પડશે,
- પોર્ટલમાં લોગ ઇન કર્યા પછી, તેનું એપ્લિકેશન ફોર્મ તમારી સામે ખુલશે, જે તમારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે.
- આ પછી તમારે બધા જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવા પડશે અને
- છેલ્લે, તમારે સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે જેના પછી તમને તમારી અરજીની સ્લિપ મળશે જે તમારે સુરક્ષિત રાખવાની છે વગેરે.
- ઉપરોક્ત તમામ પગલાંઓ પૂર્ણ કરીને, તમે આ ભરતી માટે સરળતાથી અરજી કરી શકો છો અને તેના લાભો મેળવી શકો છો.
મહત્વપૂર્ણ લિંક
અરજી કરવા માટે વેબસાઇટ | અહી ક્લિક કરો |
નોટિફિકેશન | ડાઉનલોડ કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન ફોર્મ શરૂ તારીખ | 17.01.2024 |
અંતિમ તારીખ | 06.02.2024 |
પરીક્ષાની તારીખ | 17.03.2024 |
અગત્યની તારીખો
અરજી શરૂ થયાની તારીખ | 17 જાન્યુઆરી 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 ફેબ્રુઆરી 2024 |
અગ્નિવીર ભરતી ની પસંદગી પ્રક્રિયા:
એર ફોર્સ અગ્નિપથ યોજના ભરતી 2024 પસંદગી પ્રક્રિયામાં નીચેના છ પગલાંઓ શામેલ હશે:
- લેખિત પરીક્ષા
- સેન્ટ્રલ એરમેન સિલેક્શન બોર્ડ
- દસ્તાવેજોની ચકાસણી
- ફિઝિકલ મેઝરમેન્ટ ટેસ્ટ (PMT) અને શારીરિક કાર્યક્ષમતા ટેસ્ટ (PET)
- અનુકૂલનક્ષમતા પરીક્ષણો I અને II
- તબીબી મૂલ્યાંકન
એરફોર્સ અગ્નિવીર ભરતી હેઠળ પસંદગી મેળવવા માટે ઉમેદવારોએ ઓનલાઈન ટેસ્ટ અને શારીરિક કસોટીમાંથી પસાર થવું પડશે. ઓનલાઈન ટેસ્ટમાં ફિઝિક્સ, ગણિત, અંગ્રેજી, રીઝનિંગ અને જનરલ અવેરનેસ જેવા વિષયોના પ્રશ્નો પૂછવામાં આવશે. જ્યારે શારીરિક કસોટીમાં દોડ, પુશઅપ્સ, સિટ અપ અને સ્ક્વોટ્સ જેવી એક્ટિવિટી દ્વારા પરીક્ષણો લેવામાં આવશે. ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી માટે તમે નીચે આપેલ લિંક પરથી તેનું નોટિફિકેશન તપાસી શકો છો.