વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

શિયાળામાં ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યાનાં કારણો અને ઉપાયો

 શિયાળામાં ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યાનાં કારણો અને ઉપાયો 

માથામાં ચામડીનાં ચેપનાં કારણે ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. ઘણી વાર યોગ્ય રીતે વાળ સાફ ન થવાનાં કારણે પણ ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. કેટલીક વાર આપણે વાળની સંભાળને લઈને આવી સામાન્ય ભૂલ કરતાં હોઈએ છીએ. જેના કારણે ડેન્ડ્રફની સમસ્યા વધી જાય છે. વાળની ​​સંભાળ સાથે જોડાયેલી આ 6 ભૂલો ડેન્ડ્રફનું કારણ બની શકે છે. 
શિયાળામાં ઘણા લોકોનો વાળ ખરવા માંડે છે, તો કેટલાક લોકોના વાળ ફાટી જાય છે, તો કેટલાક લોકોનું માથું ડેન્ડ્રફથી ભરાઈ જાય છે. જેથી તેઓ ટીવીમાં જોવા મળતી લોભામણી જાહેરાતો જોઈને અવનવા તેલ અને શેમ્પુ વાપરવાની શરૂઆત કરે છે. પરંતુ આ બધા ઉપાયો કરવાને બદલે કેટલાક એવા સરળ ઘરેલું ઉપચાર છે, જે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ઘણા અસરકારક છે.

ખોડાને સાદી રીતે સમજાવીએ તો માથાના વાળ ચામડીમાંથી ઊગે છે.આ ચામડીનું ઉપરનું સ્તર સુકાઈ જાય અને આ સુકાયેલા વાળની ફોતરીઓ નીકળે તેને ખોડો કહે છે.

ડેન્ડ્રફ કે ખોડો થવાના કારણો

વારંવાર વાળ ધોવા 

વાળની સંભાળ માટે યોગ્ય રીતે વાળ ધોવા પણ જરૂરી છે. જો તમે માથાને મોઇશ્ચરાઇઝ કર્યા વગર ધોતા હશો તો તમને ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. વધુ દિવસે વાળ ધોવાનાં કારણે પણ માથાની ગંદકી ડેન્ડ્રફનું કારણ બની જાય છે. 

ખરાબ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવો 

અયોગ્ય અથવા ખરાબ પ્રોડક્ટ્સનાં ઉપયોગથી પણ તમને ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. 

વધુ પ્રમાણમાં ચિંતા 

જો તમને કોઈ વાતની સમસ્યા અથવા ચિંતા હોય ત્યારે તમારા હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે પણ ડેન્ડ્રફની સમસ્યા થઈ શકે છે. 

ડેન્ડ્રફ કે ખોડાથી છુટકારો મેળવવાના ઉપાયો

તુલસી અને આમળા

તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ પ્રોપર્ટી હોય છે અને આમળા વાળ સિલ્કી અને શાઈની બનાવે છે. 2 નાની ચમચી તુલસીના પાનની પેસ્ટ, આમળા પાઉડર અને પાણી મિક્સ કરો. આ લેપ માથામાં લગાવી અડધા કલાક બાદ ધોઈ લો.

ઓલિવ ઓઈલ

ડ્રાય સ્કેલ્પને મોઈશ્ચરાઈઝ કરીને ડેન્ડ્રફથી છુટકારો આપે છે. રાતે ઓઈલ નવશેકું ગરમ કરી માથામાં મસાજ કરો. સવારે શેમ્પૂ કરી લો.

બેકિંગ સોડા 

આ ડેન્ડ્રફ વધારનાર ફંગસને ખતમ કરી માથાની ડેડ સ્કિનને હટાવે છે. શેમ્પૂમાં એક નાની ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને શેમ્પૂ કરો.

કડવો લીમડો

આમાં રહેલાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઈન્ફ્લામેટરી ગુણ ડેન્ડ્રફ દૂર કરે છે. પાણીમાં લીમડાના પાન નાખી ઉકાળો. ઠંડું થયા બાદ તેનાથી માથું ધુઓ.

આદુ અને તલનું તેલ

આદુની એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી ડેન્ડ્રફ કંટ્રોલ કરી વાળનો ગ્રોથ વધારે છે. થોડું તલનું તેલ લઈ તેમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરી માથામાં લગાવી મસાજ કરો. અડધા કલાક બાદ શેમ્પૂ કરી લો.

મીઠું

મીઠું માથાની ડેડ સ્કિન કાઢવા અને ડેન્ડ્રફ કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આંગળીઓના ટેરવામાં થોડું મીઠું લઈ સ્કેલ્પમાં મસાજ કરો. 5 મિનિટ બાદ માથું ધોઈ લો. 

નોંધ :આ આર્ટીકલ માં આપેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે કોઈપણ સલાહ સૂચન પર અમલ કરતાં પહેલાં ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરો.

Post a Comment