વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ખરતાં વાળ રોકવાના ઉપાય: શિયાળામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, આ ઉપાય અવશ્ય કરો

ખરતાં વાળ રોકવાના ઉપાય: શિયાળામાં વધી જાય છે વાળ ખરવાની સમસ્યા, આ ઉપાય અવશ્ય કરો

શિયાળાની ઋતુની શરૂઆત થઇ ચુકી છે. શિયાળામાં સ્કિનની સાથે-સાથે વાળનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. શિયાળામાં વાળ રુક્ષ અને બેજાન થઇને તૂટવા લાગે છે, આ સાથે જ ખોડા અને બેમોઢા વાળની પણ સમસ્યા વધી જાય છે,

શિયાળાની ઋતુમાં ત્વચા અને વાળને લગતી સમસ્યાઓ અનેકગણી વધી જાય છે, સૂકી હવાને કારણે વાળ સુકા થવા લાગે છે. આ સાથે જ ઠંડીને કારણે ઘણી વખત લોકો ગરમ પાણીથી વાળ ધોતા હોય છે, જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે.




વાળ ખરવાના કારણો

  • શરીરમાં પ્રોટીનની ઉણપ હોવાને લીધે વાળ ખરે અને તૂટે છે.
  • ઘણાં લોકોમાં વાળ ખરવા વારસાગત હોય છે. એટલે કે જો પરિવારમાં કોઈના વાળ ખરતાં હોય તો આ પ્રોબ્લેમ તમને પણ થઈ શકે છે.
  • ઘણાં લોકોમાં જોવા મળ્યું છે કે, વિટામિનની ઉણપ હોવાને લીધે વાળ ખરે છે. એવામાં લોકોએ ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ.
  • જે તમે વધુ સમય સુધી ટોપી પહેરો છો અથવા હેલમેટનો ઉપયોગ કરો છો તો પણ વાળ ખરવાની સમસ્યા પણ થઈ શકે છે.
  • જે લોકો વાળમાં કેમિકલનો ઉપયોગ કરે છે તે લોકોના પણ વાળ ખરે છે.

 વાળ ધોતા પહેલા તેલ લગાવો

શિયાળાની ઋતુમાં તમારા વાળને ધોતા પહેલા તેલ જરૂર લગાવો. તેનાથી વાળ ધોયા પછી શુષ્ક નહીં થાય અને વાળની ​​ગુણવત્તા પણ સારી રહેશે. નાળિયેર તેલ, બદામ તેલ અને ઓલિવ તેલનો ઉપયોગ ઠંડા હવામાનમાં કરી શકાય છે. વાળ ધોતા પહેલા તેલ લગાવવાથી વાળ મોઈશ્ચરાઈઝ થાય છે અને વાળ ખરતા ઓછા થઈ શકે છે.

સ્વસ્થ આહાર

સ્વસ્થ શરીર માટે સ્વસ્થ આહાર ખૂબ જ જરૂરી છે. ઠંડીની ઋતુમાં બજારમાં અનેક પ્રકારના પૌષ્ટિક શાકભાજી અને ફળો મળે છે, જેના સેવનથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. ફળો અને શાકભાજીની સાથે, તમારે તમારા આહારમાં સૂકા ફળો અને બીજનો પણ સમાવેશ કરવો જોઈએ. તેનાથી વાળની ​​ગુણવત્તામાં સુધારો થશે અને વાળ ખરતા પણ ઓછા થશે.

વાળ કાપવા

નિયમિત વાળ કાપવાથી તેઓ મજબૂત બને છે. વાળ કાપવાથી વાળ તૂટવા અને ખરતા ઓછા થઈ શકે છે. તમારે દર 2 થી 3 મહિનામાં તમારા વાળ કાપવા જોઈએ, આ તમારા વાળને સ્વસ્થ બનાવી શકે છે.

આ ઉપાયો અપનાવીને તમે શિયાળાની ઋતુમાં પણ તમારા વાળને સ્વસ્થ રાખી શકો છો. ધ્યાનમાં રાખો કે જો તમારી સમસ્યા ચાલુ રહે તો તમારા નજીકના ડૉક્ટરની સલાહ લો.

પૌષ્ટિક આહાર

સ્વસ્થ શરીર માટે પૌષ્ટિક આહાર જરૂરી છે. શિયાળાની ઋતુમાં પૌષ્ટિક શાકભાજી અને ફળો મળે છે. જેના સેવનથી શરીરને પોષક તત્વો મળે છે. તમે તમારા આહારમાં શાકભાજી સાથે ડ્રાઈ ફ્રૂટ્સ, ફળ અને બીજનું સેવન પણ કરી શકો છો. જેના કારણે વાળની ગુણવત્તા સુધરે છે. 

હેર માસ્કનો ઉપયોગ કરો 

શિયાળાની ઋતુમાં વાળની ગુણવત્તા વધારવા માટે હેર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તમે ઘરે બનાવેલાં નેચરલ હેર માસ્કનો પણ ઉપયોગ કરી શકો. તમે ઘરે મધ, મેથી, દહીં અને કુંવારપાઠુંથી નેચરલ માસ્ક બનાવી શકો. આ માસ્કનાં ઉપયોગથી વાળમાં ભેજ રહે છે. જેના કારણે વાળ ખરતા અટકે છે.

Post a Comment