વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

છાતી અને ગળામાં કફ જમા થવો, શરદી અને ખાંસી થાય તો, આ દેશી ઉપચાર એકવાર જરૂર ટ્રાય કરો

છાતી અને ગળામાં કફ જમા થવો, શરદી અને ખાંસી થાય તો, આ દેશી ઉપચાર એકવાર જરૂર ટ્રાય કરો

શિયાળાની ઋતુમાં વાતાવરણની ઠંડક, ઠંડી હવાનો સામનો થવાની સાથે કેટલાંક વ્યક્તિઓ કફદોષનાં અસંતુલનથી થતી નાની-મોટી બીમારીનાં શિકાર બની જતાં હોય છે. નાકમાં ઠંડી હવા શ્વાસોશ્ચછવાસ દ્વારા સંપર્કમાં આવવાથી નાકની આંતરત્વચામાં ક્ષોભ થઇ અને નાકમાંથી પાણી ટપકવા લાગવું, છીંકો આવવી જેવા લક્ષણોથી શરૂઆત થઇ લગભગ આખી શિયાળાની ઋતુ દરમ્યાન શરદી, માથુભારે રહેવું, ગળામાં કફ લેપયેલો રહેવો, ખાંસીનાં ઠસકા આવ્યા રાખે આવી બધી જ કફની તકલીફ રહેતી હોય છે. વારંવાર એન્ટીહિસ્ટામીનીક અને એન્ટીબાયોટીક્સ દવાઓ લેવાની આડઅસરથી બચવા માટે આવા હઠીલા, ચીકણા અને પીડાદાયક કફને કાઢવા માટે કોઈને કોઈ કુદરતી ઉપચારની શોધમાં હોય છે.


કફ થવાના લક્ષણ

તમને ગળા અને છાતીમાં કંઈક જામેલું છે એવું અનુભવાય છે, શ્વાસ લેવામાં તકલીફ અને સતત છીંકો આવે છે તો આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. 

વાતાવરણ ઠંડક અને ગરમી એમ ડબલ સીઝનને કારણે ઘણાં લોકોને શરદી, ખાંસી અને કફની સમસ્યા વધી જાય છે. જે લોકોની કફ પ્રકૃતિ હોય તેમણે આ સીઝનમાં વધુ તકલીફ થાય છે. છાતી અને ગળામાં કફ જમા થઈ જવાની સમસ્યામાં દવાઓ કરતાં ઘરના નુસખાઓ અપનાવવા જોઈએ. ચાલો જાણી લો અક્સીર ઈલાજ. 

ફુદીનો અને તુલસીની ચા

ઉધરસની સ્થિતિમાં ફુદીના અને તુલસીની ચા બનાવીને પીવી. આ ઉપાય માત્ર ઉધરસમાંથી ત્વરિત રાહત જ નથી આપતી પરંતુ રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે જેથી કરીને તમે વારંવાર બીમાર ન પડો. એનસીબીઆઈના અભ્યાસ મુજબ તુલસીના પાન દરેક ઋતુમાં ઉધરસ અને શ્વાસ સંબંધી સમસ્યાઓથી રાહત આપે છે.

આદુ

આદુમાં રહેલું એન્ટીઈન્ફ્લામેટરી તત્વ કફને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે 20થી 40 ગ્રામ ફ્રેશ આદુ લઈને તેને 2 કપ પાણીમાં ઉકાળો, પાણી અડધું રહે એટલે ગાળીને પીવો. તમે આમાં મધ અને લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો. આ જામેલાં કફને દૂર કરવામાં મદદ કરશે.

મધ અને લવિંગ

આ ઉપાય ફેફસાંને આરામ આપે છે. આમાં તમારે એક મિશ્રણ બનાવવાનું છે, જેના માટે એક ચમચી મધ અને એક કે બે લવિંગને પીસીને મિક્સ કરો. દિવસમાં બે થી ત્રણ વાર આ ઉપાય કરવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે.

મીઠાવાળા પાણીના કોગળા

ગળામાં કફ જામી ગયો હોય કે ગળું દુખતું હોય તો આ એક બેસ્ટ ઉપાય છે. ડોક્ટર પણ મીઠાવાળા પાણીના કોગળા કરવાની સલાહ આપે છે. પણ ઘણાં લોકો તેને સીરિયસલી લેતાં નથી પણ આ ખરેખર અસરકારક ઉપાય છે. આનાથી કફની સમસ્યા પણ દૂર થાય છે.

અંજીરનું સેવન

દરરોજ રાતે ઊંઘતા પહેલા સાફ પાણીમાં 2-3 સૂકા અંજીર પલાળી દો. સવારે ઉઠીને તેને ખાલી પેટે સારી રીતે ચાવીને ખાઈ લો. અંજીર ખાધા પછી તે પાણી પી લો. અંજીર શ્વાસની નળીમાં જામેલા કફને દૂર કરી દે છે જેથી અસ્થમાના દર્દીઓને શ્વાસ લેવાની તકલીફમાં રાહત મળે છે. 

હળદરને દુધમાં ગરમ કરીને પીવાથી ગળું ચોખ્ખું થાય છે અને ગળામાંથી અને નાકમાંથી કફનો નાશ થાય છે. ફુદીનાની ચા બનાવીને તેની અંદર મીઠું નાખીને પીવાથી શરીરમાં રહેલો કફ ઓગળીને બહાર નીકળી જાય છે.

નોંધ :આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.


Post a Comment