વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

કબજિયાતના ઉપચાર માટે આ દેશી નુસખા જરૂર અજમાવો

 કબજિયાતના ઉપચાર માટે આ દેશી નુસખા જરૂર અજમાવો | કબજીયાત થવાનાં કારણો 

આજની લાઈફસ્ટાઈલમાં ભોજનમાં અનિયમિતતા, ભાગદોડવાળું જીવન, રોજ સવારે તમારી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. કબજીયાતથી મોટી ઉમ્રના માણસો જ નહીં, પરંતુ યુવાનો અને બાળકો પણ પરેશાન રહે છે પરંતુ જો તમે થોડીક સાવધાની રાખો, તો ચોક્કસથી આ પીડામાંથી છુટકારો મેળવી શકો છો. કબજિયાતના કારણે શરીરમાં ગેસ, એસિડિટી, પેટનો દુખાવો અને બળતરા જેવી અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે. જેથી આજે અમે તેને દૂર કરવાના ઘરેલૂં ઉપાયો બતાવી રહ્યા છીએ.


ક્યારે થાય છે કબજિયાતની સમસ્યા ? 

  • 1. રોજના આહારમાં જો પૂરતા પ્રમાણમાં ફાઇબર લેવામાં ન આવે અથવા તો દૂધ, મીટ કે ચીઝનું વધારે સેવન કરવામાં આવે તો કબજિયાત થઈ શકે છે. 
  • 2. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીતા લોકોને પણ ડીહાઇડ્રેશન થાય છે અને તેના કારણે કબજિયાત પણ થાય છે.
  • 3. એક્સરસાઇઝ ન કરવી અને દિવસભર એક જ જગ્યા પર કલાકો સુધી બેસવાના કારણે પણ કબજિયાતની તકલીફ થઈ શકે છે.

કસરત અપનાવો :

કબજીયાત દૂર કરવા માત્ર કોઈ રેચક ફાકી-ચૂર્ણ કે ટીકડી પર આધાર રાખવો નહીં. યોગ્ય ખોરાક-પીણાનો આહારમાં સમાવેશ કરવાની સાથે દરરોજ પેલ્વિક એરિયાનાં સ્નાયુઓ ખાસ તો કમરનાં, કુલ્હાનાં, પગનાં સ્નાયુઓમાં યોગ્ય રક્તસંચાર થાય, સક્રિયતા આવે તેવી કસરત અપનાવો. વધુ લાંબો સમય બેસી રહેતા કન્સલ્ટન્ટસ, કર્મચારીઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓને બેઠાડું જીવન ઘણી આડઅસર કરે છે. અનુકૂળતા મૂજબ ચાલવું, દોડવું, જોગિંગ કરવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ, જીમીંગ પૈકી કસરત રોજબરોજનાં જીવનમાં અપનાવવાથી સ્નાયુઓની તંદુરસ્તી, ક્રિયાશિલતા વધવાથી કબજીયાત વગર દવાએ દૂર થઇ જતી હોય છે..

પાણી

પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે, આપણે આખા દિવસમાં 8થી10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઇએ. સમયસર પાણી પીવાથી શરીરમાં થતા નાના મોટા રોગોનો નાશ થઇ જાય છે. સવારે ઉઠીને બે ગ્લાસ ગરમ પાણી પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. કારણકે કબજિયાતનું મૂળ કારણ શરીરમાં પાણીની કમી હોય છે. ગરમ પાણી તમારા શરીરમાં જમા થયેલા કચરાને સરળતાથી બહાર કાઢી દે છે. 

  • સવારે ખાલી પેટે ૧ થી ૩ ગ્લાસ નવશેકું ગરમ પાણી પીવું.
  • રાતભર પાણીમાં ૪-૫ જલદારૂ પલાળી સવારે ચાવીને ખાઈ, જેમાં પલાળ્યા હોય તે પાણી પી જવું. જરૂર જણાય તો આ પ્રયોગ સવાર-સાંજ બે વખત કરવો.
  • ગરમાળાનો ગર, હરડે સરખાભાગે ભેળવી ૧ થી ૩ ચમચી જરૂરિયાત મૂજબ રાત્રે પાણી સાથે લેવું અથવા નવશેકા પાણી સાથે એક ચમચી દિવેલ રાત્રે સૂતી વખતે એક ચપટી સૂંઠ ઉમેરી પીવું.

સ્ત્રોત: ડો. યુવા અય્યર,આયુર્વેદ ફિઝિશિયન, આરોગ્ય.

ત્રિફળા

ચૂર્ણ કબજિયાતને દૂર કરવા માટે ત્રિફળા ચૂર્ણને ઉત્તમ માનવામાં આવે છે. આ આયુર્વેદિક ઔષધ છે, જે આમળાં, હરડે અને બહેડાના મિશ્રણથી બને છે. તેથી તેને ત્રિફળા (ત્રણ ફળોથી બનેલ) કહે છે. તેમાં ગ્લાઈકોસાઈડ નામનું તત્ત્વ છે, જે પાચનમાં મદદ કરે છે. એક ચમચી ત્રિફળા ચૂર્ણને રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં ભેળવી દો. સવારે આ પાણી પી જાઓ, કબજિયાત દૂર થશે.

વરિયાળી

વરિયાળી કબજિયાત દૂર કરી ડાઈજેસ્ટિવ સિસ્ટમ અને બોવેલ મૂવમેન્ટને વધારે છે. તેના ઉપયોગ માટે 1 કપ વરિયાળીને સૂકવીને શેકી લો. પછી તેને બારીક પીસીને એક જારમાં ભરી લો. રોજ રાતે સૂતા પહેલાં તેનો અડધી ચમચી પાઉડર પાણી સાથે લો.

અજમો

અજમામાં કાર્બોહાઈડ્રેટ, સોડિયમ, પોટેશિયમ, ટેનિન, રિબોફ્લેવીન જેવા અનેક પોષક તત્ત્વો છે. પેટ સંબંધિત બિમારીઓને દૂર કરવા માટે અજમો ઉત્તમ છે. એક ગ્લાસ પાણીમાં પા ચમચી અજમાનો પાઉડર અને ચપટી મીઠું ભેળવો. હવે તેમાં બે ચમચા લીંબુનો રસ ભેળવી દરરોજ સવારે પીઓ. આનાથી તમારું પેટ સાફ આવશે અને ગેસ, અપચો જેવી સમસ્યા દૂર થશે.

નોંધ :અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને ઈન્ટરનેટ માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ

Post a Comment