વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ચલણી નોટોનું અદભુત કલેક્શન pdf ફાઈલ

ચલણી નોટોનું અદભુત કલેક્શન pdf ફાઈલ| ચલણી નોટનો ઇતિહાસ | ચલણી નોટો  ઓનલાઈન વેચવા અંગેની RBI ની હેડલાઇન

ચલણી નોટો ભારત સરકાર અને રિઝર્વ બેંક દ્વારા છાપવામાં આવે છે.ચલણી નોટોનું છાપકામ ફક્ત સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં કરવામાં આવે છે.દેશભરમાં ચલણી નોટો છાપવા માટે માત્ર 4 પ્રિન્ટિંગ પ્રેસ છે.જેમાં નોટ છાપવાનું કામ નાસિક, દેવાસ, મૈસુર અને પશ્ચિમ બંગાળના સાલબોનીમાં થાય છે.  ચલણી નોટો માટે ભારતમાં હોશંગાબાદમાં પેપર મિલ છે.જેમાં ચલણી નોટો અને સ્ટેમ્પ્સ માટે કાગળ બનાવવામાં આવે છે. જો કે ભારતની ચલણી નોટો માટે મોટાભાગના કાગળ જર્મની, જાપાન અને યુકેથી મંગાવવામાં આવે છે.  


ચલણી નોટનો ઇતિહાસ :ચલણી નોટ છાપવાની શરૂઆત 1862માં થઈ હતી.ત્યારે બ્રિટિશ સરકારે વર્ષ 1862માં પહેલી નોટ છાપી હતી.જે યુકેની એક કંપની દ્વારા છાપવામાં આવી હતી.  

યુદ્ધના કારણે એક સમય એવો આવ્યો કે સરકાર ચાંદીના સિક્કાને ઘાટ આપવા સક્ષમ નહોંતી.જેથી વર્ષ 1917માં પ્રથમ વખત ચાંદીના સિક્કાના સ્થાન 1 રૂપિયાની નોટે લીધું.30 નવેમ્બર 1917ના રોજ લોકોએ પ્રથમ વખત નોટ જોઈ હતી.જેના પર બ્રિટનના રાજા જ્યોર્જ પાંચનું ચિત્ર છાપવામાં આવ્યું હતું.જો કે આ નોટ છાપવાનું 1926માં બંધ કરી દેવાયું હતું.કેમ છાપકામ પાછળ ખર્ચ વધારે આવતો હતો.1940માં ફરી નોટો છાપવાનું કામ શરૂ કરાયું હતું.જે 1994 સુધી ચાલ્યું હતું

ચલણી નોટો છાપવાનો ખર્ચ :રિઝર્વ બેંક 1 રૂપિયાની નોટ સિવાય તમામ નોટને પ્રિંટ કર છે.રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ 200 રૂપિયાની નોટ છાપવા માટે 2.93 રૂપિયાનો ખર્ચ થાય છે.જ્યારે 500 રૂપિયાની નોટ છાપવામાં 2.94 રૂપિાયનો ખર્ચ થાય છે.તો 2 હજારની નોટ છાપવા માટે 3.54 રૂપિયાનો ખર્ચ થાય છે.

ચલણી નોટ છાપવાના શું છે નિયમ?

કોઈ પણ દેશમાં કેટલી નોટો છાપવી તે દેશની સરકાર નક્કી કરતી હોય છે.સેંટ્રલ બેંક ,GDP, નાણાકિય ખાદ્ય, અને વિકાસદરને ધ્યાનમાં રાખી નોટો છાપવાનો નિર્ણય કરવામાં આવે છે.ભારતમાં નોટો છાપવા અંગે રિઝર્વ બેંક નિર્ણય કરે છે.કે ક્યારે કેટલી નોટો છાપવી.  

જૂની નોટો કે સિક્કાના ઓનલાઈન ખરીદ વેચાણ પર શું છે RBIની ચેતવણી ખાસ વાંચો?

RBIએ પહેલા જ કહ્યું છે કે જૂના સિક્કા કે નોટોને લગતા સમાચાર ફક્ત કેન્દ્રીય બેન્કના હવાલાથી જ આવે છે. જ્યારે RBIની આવી કોઈપણ હરાજી કે વેચાણમાં કોઈ ભૂમિકા નથી. જો તમે જૂની નોટો અથવા સિક્કા વેચવા માંગતા હોવ તો તમારે પણ RBIની ગાઈડલાઈન્સ વાંચી લેવી જોઈએ. RBIએ જણાવ્યું કે આવા ઓનલાઈન સિક્કા વેચવા કે ખરીદવામાં લોકો સાથે છેતરપિંડી થાય છે. લોકોને છેતરવાની આ એક રીત છે. આ રીતે લોકો ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમારે આ પ્રકારની છેતરપિંડીથી હંમેશા સાવચેત રહેવું જોઈએ.

આ પ્રકારની છેતરપિંડીનું તંત્ર કેવી રીતે કામ કરે છે?

આવા ઘણા મામલા RBIના ધ્યાન પર આવ્યા છે, જેમાં RBIના નામનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ છેતરપિંડી કરતા ઓનલાઈન પ્લેટફોર્મ પર લોકો પાસેથી ચાર્જ, કમિશન અથવા ટેક્સની માંગ કરવામાં આવે છે. લોકોનો દાવો છે કે જો તેઓ જૂની નોટો વેચશે તો તેમને લાખો રૂપિયા મળશે. આ પ્રકારની  કોઈપણ પ્રવૃત્તિઓમાં RBI સામેલ નથી.

ચલણી નોટોનુ અદભુત કલેકશન.....

ભારતમા ચલણમા આવેલી નોટોનુ 1905 થી અત્યાર સુધીનુ કલેકશન pdf સ્વરૂપે.

88 પેજની આ pdf મા તમામ ચલણી નોટોના ફોટો છે.

એક વખત અચુક જુઓ જૂની યાદો તાજી થઈ જશે... તમારા બાળકોને પણ બતાવો 

રૂ. 1 થી લઈ 10 હજાર સુધી ની નોટ 

ચલણી નોટોનું અદભુત કલેક્શન PDF જુઓ અહીથી

ચલણી નોટો અને તેના પર છબીઓ

ચલણી નોટોતેના પર છબીઓ(ચિન્હો)
રૂ. 5ખેતરમાં ટ્રેક્ટર
રૂ. 10ગેંડા, વાઘ અને હાથી
રૂ. 20માઉન્ટ હેરિયટ અને પોર્ટ બ્લેર લાઇટહાઉસ
રૂ. 50ભારતીય સંસદ ભવન
રૂ. 100હિમાલય
રૂ. 10 (નવી નોટ)કોણાર્ક સૂર્ય મંદિર
રૂ. 20 (નવી નોટ)ઈલોરા ગુફાઓ
રૂ. 50 (નવી નોટ)રથ સાથે હમ્પી
રૂ. 100 (નવી નોટ)રાણી કી વાવ
રૂ. 200 (નવી નોટ)સાંચીનો સ્તૂપ
રૂ. 500 (નવી નોટ)લાલ કિલ્લો
રૂ. 2000 (નવી નોટ)મંગલયાન
રૂ. 500 (ડિમોનેટાઇઝ્ડ નોટ્સ)દિલ્હીની ગ્યારાહ મૂર્તિ પ્રતિમા દ્વારા રજૂ કરાયેલ દાંડી કૂચ
રૂ. 1000 (ડિમોનેટાઇઝ્ડ નોટ્સ)ભારતની અર્થવ્યવસ્થા ઓઇલ રિગ, સેટેલાઇટ, કોમ્પ્યુટર, હાર્વેસ્ટર અને ફાઉન્ડ્રી દ્વારા રજૂ થાય છે

Post a Comment