વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના શું છે, કેટલો ખર્ચ અને કોને લાભ મળશે? વાંચો

 નમો  સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના શું છે, કેટલો ખર્ચ અને કોને લાભ મળશે? વાંચો

સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” ₹૧૨૫૦ કરોડની જોગવાઇ. ધોરણ-11અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે ₹૨૫૦ કરોડની જોગવાઇ. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે ૨૩૦૦૦ કરોડની જોગવાઇ. હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ₹૧૩૦ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી ૧૨ ના અંદાજિત ૧ લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે ₹૨૬૦ કરોડની જોગવાઇ. વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત ₹૧૪૦૦ કરોડની જોગવાઇ.


નમો સરસ્વતી યોજના શું છે?

વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-11માં રૂ 10 હજાર અને ધોરણ 12 માં રૂ 15 હજાર મળી કુલ 25 હજારની સહાય આપવામાં આવશે.

 નમો લક્ષ્મી યોજનાનો હેતુ

 નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બહાર પાડેલ છે. આ યોજના હેઠળ દીકરીઓના શિક્ષણને વધુમાં વધુ પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે?

ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઇએ બજેટ ભાષણમાં નમો લક્ષ્મી યોજનાની ઘોષણા કરી છે. નમો લક્ષ્મી યોજના સરકારી અને બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે છે. આ યોજના માટે બજેટમાં 1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નમો સસ્વતી યોજનાનો લાભ કોને મળશે?

ગુજરાત બજેટ 2024-25માં નમો સરસ્વતી યોજનાની ઘોષણા કરવામાં આવી છે. આ યોજના માટે બજેટમાં 250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ લાભ રાજ્યની ધોરણ 11 અને 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે.


આ યોજના હેઠળ 12 સુધી અભ્યાસ કરનાર વિદ્યાર્થિનીઓેને કુલ 50 હજારની સહાય મળવા પાત્ર થશે.

નમો લક્ષ્મી યોજનાથી શાળાઓમાં ધોરણ 9થી 12માં કન્યાઓનો પ્રવેશ વધશે. આથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે. આ યોજનાના અમલીકરણથી માધ્યમિક શિક્ષણમાં પણ સાવત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે આગામી વર્ષમાં 1250 કરોડની ફાળવણી કરાઈ છે. 


Namo Laxmi Yojana કેટલી સહાય મળશે?

    આ યોજના હેઠળ અલગ અલગ ધોરણના વિદ્યાર્થીનીઓને અલગ-અલગ સહાય આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

ક્રમકયા ધોરણની દીકરીઓને લાભ મળશેસહાયની રકમ
1ધોરણ 9 અને 10રૂપિયા 10,000/-
2ધોરણ 11 અને 12રૂપિયા 15,000/-
3ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણરૂપિયા 5,0000

2 comments

  1. nice
  2. This yojna is for all states ?