વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

હાઇવે કે રસ્તા પર લગાવવામાં આવતા કિલોમીટરના પથ્થરોનો રંગ શુ દર્શાવે છે..જાણો વિગતે

હાઇવે કે રસ્તા પર લગાવવામાં આવતા કિલોમીટરના પથ્થરોનો રંગ શુ દર્શાવે છે..જાણો વિગતે..માઇલસ્ટોન આ પથરોનો દરેક રંગ કંઈક જણાવે છે! જાણો, રસ્તાની બાજુમાં દેખાતા માઇલસ્ટોન પથ્થર અર્થ શું છે?

જ્યારે આપણે ઘરથી બહાર ગામ જવા નિકળીએ છીએ ત્યારે રસ્તાના અંતર જોવા માટે રસ્તાની સાઈડમાં લગાવેલા પીળા, કાળા કે લીલા રંગના પત્થર પર એક વખત તો ચોક્કકસ નજર કરીએ છીએ કારણ કે આ પત્થર પમ આપણે જઈ રહ્યા છે તે ,સ્થાન કેટલા કિમી દૂર છે તેનો આંકડો દર્શાવ્યો હતો છે.


આપણાને કિલો મીટર જાણવા માટે દર એક કિલો મીટરે પત્થર જોવા મળે છે, જો કે આ પત્થર કેટલાક રસ્તા પર લીલા-સફેદ રંગના તો કેટલાક રસ્તા પર પીળા-કાળ રંગના તો વળી કેટલાક માર્ગો પર સફેદ-પીળા રંગના જોવા મળે છ, અલગ અલગ જગ્યાએ જોવા મળતા આ અલગ અલગ માઈલ પત્થરો પાછળ પણ મહત્વનું કારણ છે,આ રંગો ખાસ વિસ્તાર દર્શાવે છે.

રસ્તાની બાજુના આ માઇલસ્ટોન્સનો ઉપયોગ શહેરો અને સ્થળોનું અંતર જણાવવા માટે થાય છે. જોકે સમય બદલાતા આ પથ્થરોની જગ્યા હવે મોટા સાઈન બોર્ડે લઈ લીધી છે. પરંતુ આજે પણ તમને પહેલાના સમયના પથ્થરો જોવા મળશે.

માઇલસ્ટોન્સ ઘણા રંગોના હોય છે

કેટલાક પત્થરોનો રંગ પીળો, લાલ, કેસરી હોય છે તો કેટલાકનો રંગ કાળો પણ હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તેનો અર્થ શું છે, તેને આવું કેમ બનાવવામાં આવ્યું છે. ચાલો હવે આ બધા પ્રશ્નોના એક પછી એક જવાબ આપીએ.

પીળા રંગનો માઈલ સ્ટોન પથ્થર

તમે સડક પર યાત્રા કરી રહ્યા છો અને તમને પીળા રંગનો માઇલ સ્ટોન પથ્થર દેખાય છે તો તેનો મતલબ છે કે તમે કોઈ સામાન્ય સડક પર નહીં, પરંતુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચાલી રહ્યા છો. જી હાં, પીળા રંગના માઈલ સ્ટોન વાળા પથ્થર ફક્ત રાષ્ટ્રીય રાજમાર્ગ પર જ લગાવવામાં આવે છે.

લીલા રંગનાં માઇલ સ્ટોન પથ્થર

જ્યારે સડક પર કોઈ લીલા રંગનો માઇલ સ્ટોન પથ્થર દેખાય તો તેને જોઈને હેરાન થવાને બદલે સમજી જવું કે તમે જે સડક પર યાત્રા કરી રહ્યા છો તે રાજ્ય માર્ગ છે. આવી સડકનું નિર્માણ રાજ્ય સરકારની યોજના અંતર્ગત કરવામાં આવે છે અને આવી સડક એક જ રાજ્યમાં હોય છે.

નારંગી રંગના માઇલ સ્ટોન પથ્થર

જો કોઈ સડક પર યાત્રા કરતા સમયે તમને નારંગી રંગના માઇલ સ્ટોન પથ્થર લગાવેલા જોવા મળી આવે તો તમે સરળતાથી સમજી શકો છો કે તમે કોઈ ગામડાની સડક પર ચાલી રહ્યા છો. જો કે તમારે કોઈ ગામડાની સડક વિશે જાણવા માટે કોઈ માઇલ સ્ટોન પથ્થરની જરૂરિયાત હોતી નથી. ગામડાની સડકની આસપાસનાં માહોલ પરથી જ જાણી શકાય છે.

કાળા અને સફેદ માઇલસ્ટોન પથ્થર

જો તમને રસ્તા પર કાળા અને સફેદ માઇલસ્ટોન દેખાય છે, તો તેનો સ્પષ્ટ અર્થ છે કે તમે કોઈ મોટા શહેર અથવા જિલ્લાની અંદર પ્રવેશ્યા છો. મહાનગરપાલિકા આવા રસ્તાઓનું ધ્યાન રાખે છે. એટલે કે અહીં કંઈ થાય તો તેની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે.

હવે પછી તમને સડક પર યાત્રા કરતાં સમયે કોઈ માઇલ સ્ટોન પથ્થર જોવા મળે તો સરળતાથી જાણી શકશો કે તમે કઈ સડક પર યાત્રા કરી રહ્યા છો. હવે યાત્રા કરતાં સમયે પોતાની આ જાણકારીને અન્ય લોકોને પણ જણાવો કે અલગ-અલગ રંગના માઇલ સ્ટોન પથ્થરનો શું મતલબ હોય છે, જેથી તેઓ પણ સડકની ઓળખ સરળતાથી કરી શકે.

Post a Comment