વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ઓખા થી બેટ દ્વારકા સિગ્નેચર બ્રિઝનો અદ્દભુત નજારો

ઓખા થી બેટ દ્વારકા સિગ્નેચર બ્રિઝનો અદ્ભૂત નજારો |okha-bet dvaraka bridge

 દ્વારકા એટલે કાળીયા ઠાકરની ભૂમિ. દેવભૂમિ દ્વારકા તરીકે ઓળખતા આ દ્વારકાની મહિમા વિશેષ છે. હવે આ રમણીય અને પવિત્ર ભૂમિ પ્રવાસન તરીકે વિકસી રહી છે. શિવરાજપુર બીચ હોય કે, સિગ્નેચર બ્રિજ હોય જે નજરાણા હાલ દ્વારકાના વિકાસને ચાર ચાંદ લગાવી રહ્યા છે.


શું છે આ બ્રિજની ખાસિયત?
2320 મીટર લાંબો ઓખા-બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એ કેબલ-સ્ટેડ બ્રિજ છે જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે. એટલું જ નહીં દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ પુલ પર પ્રવાસીઓ માટે 12 જગ્યાએ વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. અહીંથી તેઓ કચ્છના અખાતમાં વાદળી સમુદ્ર નિહાળી શકશે. સૌથી મોટી વાત એ છે કે પ્રવાસીઓ અરબી સમુદ્ર ઉપરથી વાહનો દ્વારા બેટ દ્વારકા જઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે.બેટ દ્વારકા જવા માટે અત્યારસુધી હોડીની મદદ લેવી પડતી હતી પરંતુ હવે લોકો આ બ્રિજની મદદથી ગાડી કે પગપાળા બેટ દ્વારકા પહોંચી શકશે.

આ બ્રિજ લગભગ અઢી કિલોમીટર લાંબો છે.

જેની મંજૂરી કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ 2016માં આપી હતી. 


 પગપાળા પણ આ બ્રિઝ પરથી જઈ શકાશે

આ બ્રીજ પર વાહનોની અવર-જવર થઇ શકશે અને પગપાળા ચાલીને જતા યાત્રિકો માટે અહીં વોક વે બનાવવામાં આવ્યો છે

 દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.


 
બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજ પર ગેલેરી, સોલાર પેનલ, ગીતાજીના શ્લોક, મોર પંખનું આકર્ષણ
બેટ દ્વારકાના નવનિર્મિત સિગ્નેચર બ્રિજને રવિવારે વડાપ્રધાન ખુલ્લો મુકશે


Video credit :News18 Gujarati (you tube)
ઓખા- બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજ પર કંડારાયા ગીતાના શ્લોકો

 આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કરવા દ્વારકા આવી રહ્યાં છે. ત્યારે તે બ્રિજના બંને બાજુના વોક-વે પર શ્રીમદભગવત ગીતાના અધ્યાયના સંસ્કૃતમાં શ્લોક લખવામાં આવ્યા છે. જેનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અનુવાદ કરવામાં આવ્યા છે.Post a Comment