સાળંગપુર હનુમાનજી દાદા ના આજ ના લાઈવ દર્શન LIVE : Sarangpur hanumanji
હનુમાન મંદિર, સાળંગપુર ગુજરાતના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનાં સાળંગપુર ગામામાં આવેલું કષ્ટભંજન દેવ હનુમાનનું મંદિર છે, તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. સાળંગપુર ભાવનગરથી માત્ર ૮૨ કી.મી. દુર આવેલુ હોય, કાર કે બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. ખાસ કરીને શનિવારે આ મંદિરે દર્શનાર્થીઓની ખુબજ ભીડ હોય છે.
સારંગપુર હનુમાનજી મંદિરનો ઈતિહાસ
મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. વાઘા ખાચરના આગ્રહથી ગોપાળાનંદ સ્વામી સાળંગપુરમાં વિક્રમ સંવત ૧૯૦૪માં આવ્યા. ગામનો સૌથી મોટો પાળિયો હતો તેમાંથી બોટાદના કાના કડિયાને ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.
સારંગપુર લાઈવ દર્શન
જે લોકો મંદિરની રૂબરૂ મુલાકાત લઈ શકતા નથી તેમના માટે મંદિર વ્યવસ્થાપન જીવંત દર્શન લિંક પ્રદાન કરે છે જે ગમે ત્યાંથી ઍક્સેસ કરી શકાય છે. લાઈવ દર્શનનો સમય સવારે 6 થી 2 અને સાંજે 4 થી 9 નો છે. પ્રસાદનું વિતરણ બપોરે 1 થી 3 વાગ્યા સુધી કરવામાં આવે છે અને પૂજાનો સમય સવારે 8 થી 9 છે. સૌથી સારી વાત એ છે કે દર્શન માટે કોઈ ફી લેવામાં આવતી નથી.
Sarangpur Hanumanji Mandir Live Darshan
મંદિરનો દર્શન કરવાનો સમય : સવારે 6 થી બપોરે 2 સાંજે 4 થી રાત્રે 9
સાળંગપુર હનુમાનજીની આરતીનો સમય
સવારે 5:15 કલાકે યોજાશે મંગળા આરતી
સવારે 7 કલાકે યોજાશે શણગાર આરતી
બપોરે 11:30 કલાકે અન્નકૂટ આરતી યોજાશે
સાંજે 7 કલાકે યોજાશે સંધ્યા આરતી
સવારે 5:15 કલાકથી સતત રાત્રે 9 વાગ્યા સુધી થઇ શકશે દાદાના દર્શન
લાઈવ દર્શન યુ ટ્યુબ ચેનલ | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
પ્રસાદનો સમય : બપોરે 1 થી ૩ વાગ્યા સુધી
પૂજા નો સમય : સવારે 8 થી 9
પ્રવેશ ફી : નિઃશુલ્ક
નજીકનું શહેર : બોટાદ
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા: સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું ભાવનગર એરપોર્ટ માત્ર ૮૨ કી.મી. દુર આવેલુ છે.
ટ્રેન દ્વારા :સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું મુખ્ય રેલ્વે સ્ટેશન બોટાદ છે. જે માત્ર ૧૦ કી.મી. દુર આવેલુ છે.
માર્ગ દ્વારા: સાળંગપુર હનુમાનજી મંદિર પહોચવા માટે નજીક નું મુખ્ય બસ સ્ટેન્ડ બોટાદ છે. જે માત્ર ૧૦ કી.મી. દુર આવેલુ છે.
સત્તાવાર વેબસાઈટ : https://www.salangpurhanumanji.org/
Salangpur Temple સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?www.salangpurhanumanji.org