વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
Posts

ચુંટણીકાર્ડ નહીં હોય તો પણ આ ડોક્યુમેન્ટથી મત કરી શકશો

 ચુંટણીકાર્ડ નહીં હોય તો પણ આ 12 ડોક્યુમેન્ટથી મત કરી શકશો

ચૂંટણી પંચ દ્વારા 18મી લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ લોકસભા ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 19 એપ્રિલે યોજાશે. જેમાં 21 રાજ્યોની 104 બેઠકો પર મતદાન થશે. તો સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જેમાં આઠ રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે. ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાર કાર્ડ જરૂરી છે. પરંતુ જો તમારી પાસે મતદાર કાર્ડ નથી. તો પણ તમે તમારો મત આપી શકો છો. કયા દસ્તાવેજો દ્વારા કોઈ મત આપી શકે છે?


હાલની ગુજરાતની તમામ પરિસ્થિતિને ધ્યાને રાખી ચૂંટણી પંચ દ્વારા આદેશ કરાયો છે કે ચૂંટણી દરમિયાન મતદાન માટે મતદારને ફોટો ઓળખપત્ર આપવામાં આવ્યા છે, તે તમામ મતદારો તેમનો મત આપતા પહેલા મતદાન મથકે પોતાની ઓળખ માટે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. જે મતદાર ફોટો ઓળખપત્ર રજૂ ન કરી શકે તેવા મતદરો તેમની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે આધારકાર્ડ, પાનકાર્ડ, લાઇસન્સ, પાસપોર્ટ સહિત કુલ 12 માન્ય પુરાવા સાથે મતદાન આપી શકશે નીચેના પૈકી કોઈ પણ એક દસ્તાવેજ રજૂ કરી મત આપી શકશે.

આ અન્ય 12 ડોક્યુમેન્ટ રહેશે માન્ય

  1. આધાર કાર્ડ.
  2. મનરેગા હેઠળ આપવામાં આવતા જોબ કાર્ડ.
  3. બેંક/પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી ફોટોગ્રાફ સાથેની પાસબુક.
  4. શ્રમ મંત્રાલયની યોજના હેઠળ આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્યોરન્સ સ્માર્ટ કાર્ડ.
  5. ડ્રાઇવીંગ લાયસન્સ.
  6. પાનકાર્ડ.
  7. એન.પી.આર અન્વયે આર.જી.આઇ દ્વારા ઇસ્યુ કરેલ સ્માર્ટ કાર્ડ.
  8. ઇન્ડિયન પાસપોર્ટ.
  9. ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેંટ.
  10. કેન્દ્ર/રાજય સરકાર/જાહેર ક્ષેત્ર ઉપક્રમો/જાહેર લિમિટેડ કંપનીઓએ કર્મચારીઓને ઇસ્યુ કરેલા ફોટોગ્રાફ સાથેના સર્વિસ ઓળખપત્રો.
  11. સંસદસભ્યો/ધારાસભ્યો/વિધાન પરિષદના સભ્યોને ઇસ્યુ કરેલા સરકારી ઓળખપત્રો.
  12. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા ઇસ્યુ કરેલ Unique Disability ID(UDID) કાર્ડ.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ત્રિભુવન વિશ્વકર્માએ જણાવ્યું કે, ચૂંટણી પંચે મતદાન માટે આઈડી સ્વરૂપે 12 વિકલ્પો જારી કર્યા છે. જેમાં આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, બેંક અને પોસ્ટ ઓફિસની ફોટો સાથેની પાસબુક વગેરેનો સમાવેશ થાય છે. મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થયા બાદ જ મતદારો મતદાન કરી શકશે. જે લોકો 18 વર્ષની વય વટાવી ચૂક્યા છે અને જેમનું નામ મતદાર યાદીમાં સામેલ નથી, તેઓ પોતાનું નામ સામેલ કરાવી શકે છે. 

આ રીતે મતદાર યાદીમાં ઑફલાઇન નામ તપાસો

ઓનલાઈન પ્રક્રિયા ઉપરાંત, તમે મતદાર યાદીમાં તમારું નામ ઓફલાઈન પણ ચકાસી શકો છો. તેના માટે તમારે 921172 8082 અથવા 1950 પર ટેક્સ્ટ મેસેજ મોકલવાનો રહેશે. જેમાં તમારે EPIC લખીને તમારો મતદાર આઈડી નંબર દાખલ કરવાનો રહેશે. આ પછી, તમારી બધી વિગતો તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવશે. જેમાં મતદાન નંબર અને મતદારનું નામ પણ લખવામાં આવશે. જો તમને મેસેજ ના મળે તો સમજવું કે તમારું નામ મતદાર યાદીમાં નથી.

Post a Comment