વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ધોરણ 10 અને ધોરણ 12 પછી શું..?કારકિર્દી માર્ગદર્શન 2024 pdf

 ધોરણ 10 અને ધોરણ 12 પછી શું..?કારકિર્દી માર્ગદર્શન 2024 pdf

ગુજરાતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાના પરિણામ (gujarat board 12th result 2024) જાહેર થઈ ગયા છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે, તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. ત્યારે હવે આગળની કારકિર્દી કેવી રીતે આગળ વધારી શકાય તે અંગે થોડું માર્ગદર્શન મેળવીશું. આપેલ માહિતી ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી કારકિર્દી માર્ગદર્શન પુસ્તિકાના આધારે આપવામા આવી રહી છે.  12 સાયન્સમાં ગ્રુપ-એ, ગ્રુપ-બી તથા ગ્રુપ-એબી સાથે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તમે અહીં જણાવેલા કોર્સ પસંદ કરી શકો છો. 


  વર્તમાન સમયમાં દરેક માતા-પીતાને પોતાના સંતાનોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.૧૦ પછી પણ ઉજ્જવળ કારકિર્દીની તકો રહેલી છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે

ધો 10 પછી શું કરવું

જે પણ વિદ્યાર્થીએ ધોરણ 10 પાસ કર્યું હશે તો એના માટે ધોરણ 10 પછી શું કરવું પ્રશ્ન હશે જેનો અમે અહીં સૌથી સારો જવાબ આપીએ તો ધોરણ ૧૧ મા એડમિશન લેવું જેમાં મુખ્ય બે પ્રવાહો છે, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ, અથવા તમે આ.ટી.આઈ પણ કરી શકો છો અથવા તમે ડિપ્લોમા પણ કરી શકો છો.


ધોરણ ૧૨ આર્ટસ (std 12th arts)

આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્‍ય ધરાવતા અનેક અભ્‍યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્‍ત્ર, સાયકોલોજી, સમાજશાસ્‍ત્ર, ગુજરાતી, હિસ્‍ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્‍યાસ કરી શકાય છે. કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. ધોરણ 10 પછી શું, બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્‍ટુડન્‍ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્‍યાસક્રમ શરૂ થયેલ છે.


ધોરણ ૧૨ કોમર્સ (std 12th commerce)

૧૨ આર્ટસ અને ૧૨ સાયન્‍સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્‍યા કરતાં બમણી સંખ્‍યા ધોરણ ૧૨ કોમર્સના સ્‍ટુડન્‍ટની હોય છે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ MBA અને M.Sc. (TT) M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્‍યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.

ધોરણ ૧૨ સાયન્‍સ (std 12th science)

દસમાં ધોરણમાં ૭૦% કે તેથી વધારે માર્કસ આવ્‍યા હોય તો ઘણાને ૧૧ સાયન્‍સમાં એડમિશન લેવાની ઇચ્‍છા થાય છે. દસમાં ધોરણમાં 50 ટકા માર્કસ હોય તો પણ ૧૧ સાયન્‍સમાં એડમિશન મળી શકે છે. ધોરણ ૧૦ પછી સાયન્‍સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્‍યા દર વર્ષે ઘટતી જાય છે


મહત્વપૂર્ણ લિંક: 

કારકિર્દી માર્ગદર્શન બુક ૨૦૨૪અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

કારકિર્દી માર્ગદર્શન બુક 2024

શાળાના માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓને જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થવા માટે અને સરકારશ્રી દ્વારા વિવિધ આર્થિક અને શૈક્ષણિક સહાયક યોજનાઓ મુકવામાં આવતી હોય છે તેની પરીક્ષાઓ માટે આ પુસ્તિકાની માહિતી અતિ ઉપયોગી જણાય છે, માધ્યમિકથી લઈને કોલેજ સુધીના શિક્ષણ દરમ્યાન. આ પુસ્તિકા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવામાં સહાયક બનશે તેવું જણાય છે.

કારકિર્દી માર્ગદર્શન ૨૦૨૪

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અમદાવાદ શહેર દ્વારા કારકિર્દી વિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. આ કારકિર્દી વિશેષાંક વાલી અને વિદ્યાથીઓ માટે તેમની કારકિર્દીની પસંદગી અર્થે ખુબજ ઉપકારક નીવડશે. વિશેષ કરીને જ્યારે તેને ડિજિટલ સ્વરૂપે તૈયાર કરવામાં આવેલ છે જે માત્ર અમદાવાદ શહેરના વાલી તેમજ વિધાર્થીઓ પુરતો મર્યાદિત ન રહેતા સમગ્ર ગુજરાતના તમામ વર્ગને ઉપયોગી બની રહેશે. એટલુજ નહિ, ગુજરાતના તમામ શિક્ષણ આલમને પણ આ ડિજિટલ અંક કારકિર્દી માર્ગદર્શન માટે હાથવગો સરળ અને ઉપયોગી બની રહેશે.

Post a Comment